Home ગુજરાત દમણ-દીવના BJP અધ્યક્ષનો અશ્લીલ વીડિયો વાયરલ થતા આપ્યું રાજીનામુ…!

દમણ-દીવના BJP અધ્યક્ષનો અશ્લીલ વીડિયો વાયરલ થતા આપ્યું રાજીનામુ…!

1974
0
આર્ટીકલ શેર કરો:

દીવ-દમણના ભાજપના અધ્યક્ષ ગોપાલ ટંડેલનો મહિલા સાથે અશ્લિલ વીડિયો વાયરલ થતા તેમને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધુ છે.ટંડેલે દાવો કર્યો હતો કે વાયરલ વીડિયો ક્લિપ નકલી છે. તેમણે આરોપ લગાવ્યો કે આ ભાજપના કેટલાક સ્થાનિક નેતાઓ દ્વારા જારી કરવામાં આવ્યો છે, જેઓ દીવ-દમણમાં ફરીથી ભાજપના અધ્યક્ષ બનતા જોવા માંગતા નથી. નોંધનીય છે કે ગોપાલ ટંડેલ પણ બે વખત દમણ-દીવના સાંસદ રહી ચૂક્યા છે.

તમને જણાવી દઈએ કે, દીવ-દમણ પાર્ટી અધ્યક્ષના ભાજપ નેતા ટંડેલનો કાર્યકાળ સમાપ્ત થવાનો છે. પરંતુ આ પહેલા તેમની એક વીડિયો ક્લિપ વાયરલ થઈ છે. જેમાં 65 વર્ષીય ટંડેલ જેવો દેખાતો પુરુષ સ્ત્રી સાથે વાંધાજનક સ્થિતિમાં જોવા મળ્યો છે. આ વીડિયો વાયરલ થયા પછી પાર્ટીમાં હંગામો થયો હતો અને ત્યારબાદ તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. જોકે આ વીડિયો લગભગ બે વર્ષ જૂનો હોવાનું કહેવામાં આવી રહ્યો છે.

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર.

તમારી ધંધા ની જાહેરાત અહીં આપી શકો છો...

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…

તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.


આર્ટીકલ શેર કરો:
તમારી ધંધા ની જાહેરાત અહીં આપી શકો છો...
તમારી ધંધા ની જાહેરાત અહીં આપી શકો છો...