Home ગુજરાત 840 કિમી દૂર વેરાવળ તરફથી આકાર લઈ રહી છે આફત, સૌરાષ્ટ્ર ખાતે...

840 કિમી દૂર વેરાવળ તરફથી આકાર લઈ રહી છે આફત, સૌરાષ્ટ્ર ખાતે 12 જૂને ત્રાટકી શકે છે વાવાઝોડું..

1136
0
Loading...
આર્ટીકલ શેર કરો:

ગુજરાતના વેરાવળથી દક્ષિણ-પૂર્વની દિશામાં ૮૪૦ કીમી દૂર દરિયામાં વાવાઝોડુ આકાર લઇ રહ્યુ છે. વાયુ નામનું વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં આગળ ધપી રહ્યુ છે.૧૨મી જૂન સુધીમાં દરિયામાં ઉભુ થયેલુ ડીપ્રેશન વાવાઝોડામાં પરિવર્તિત થશે. વાવાઝોડાને પગલે રાજ્ય સરકાર સતર્ક બની છે.ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ની તાકીદની બેઠક બોલાવાઇ હતી જેમાં સ્થિતીનો સામનો કરવા તૈયારીઓ કરાઇ હતી. સંભવિત વાવાઝોડાને પગલે રાજ્ય સરકારે હવામાન વિભાગ અને ઇસરો સાથે સતત સંપર્કમાં રહી સમગ્ર પરિસ્થિતી પર નજર રાખી છે. હાલમાં પોરબંદર અને વેરાવળના દરિયાકિનારે એક નંબરનુ સિગ્નલ લગાડવામાં આવ્યુ છે. માછીમારોને વાયરલેસથી મેસેજ મોકલી દરિયામાંથી પરત બોલાવવામાં આવી રહ્યા છે. માછીમારોને હવે દરિયામાં જવા પર પ્રતિબંધ મૂકાયો છે.તથા આરોગ્ય વિભાગ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટિમ ને તૈયાર રહેવા પણ સૂચના આપવામાં આવી છે.વાવાઝોડાની સ્થિતીને જોતાં દરિયાકિનારે કે બીચ પર ફરવા ન જવા સલાહ આપવામાં આવી છે. વાયુ વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકે તેવી સંભાવનાને જોતાં ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં વેધર વોચ ગુ્રપની એક ઇમરજન્સી બેઠક મળી હતી. મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમારના વડપણ હેઠળ મળેલી બેઠકમાં સમગ્ર પરિસ્થિતીનો તાગ મેળવી સમિક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં હવામાન વિભાગના હેડ જયંત સરકારે માહિતી આપી કે,હાલમાં વેરાવળથી ૯૩૦ કીમી ડીપ્રેશન સર્જાયુ છે જે ૧૨મી જૂન સુધીમાં વાવાઝોડાનુ રુપ ધારણ કરી શકે છે.ગુજરાત સરકારે પત્ર પણ બહાર પાડ્યો છે.વાયુ નામનુ આ વાવાઝોડુ સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે વધુ અસર કરશે. વાવાઝોડા દરમિયાન ૮૦ થી ૧૦૦ કીમીની ઝડપે પવન ફુંકાય તેવી સંભાવના છે. દરિયામાં બે મિટર ઉંચા મોજા પણ ઉછળી શકે છે. પોરબંદર, દ્વારકા ,જામનગર,કચ્છમાં પાંચ-છ ઇંચ વરસાદ વરસી તેવી શક્યતા જોવાઇ રહી છે. સ્થિતીની સમિક્ષા કરી રાજ્ય સરકારે રાહત બચાવ માટે આર્મી ,કોસ્ટગાર્ડ ,નેશનલ ડિઝાસ્ટર રેસ્ક્યુ ફોર્સ ,સ્ટેટ ડિઝાસ્ટર રેસ્ક્યુ ફોર્સ, નેવી ઉપરાંત તટરક્ષક દળને સાબદુ રહેવા આદેશ કરાયો છે.વાયુ વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકે તેવી સંભાવનાને જોતાં સરકારે આગોતરુ આયોજન કર્યુ છે. વાવાઝોડાનો સામનો કેવી રીતે કરવો તે માટે સૌરાષ્ટ્ર અને કચ્છમાં જીલ્લા કલેક્ટરોને મોકડ્રીલ યોજવા તેમજ તમામ તૈયારી કરી રાખવા આદેશ કરવામાં આવ્યો છે. રાહત બચાવ કામગીરી માટે ય અગાઉથી સઘન આગોતરુ આયોજન કરવામાં આવ્યું છે.અને તમામ સરકારી વિભાગ ને તાકીદે રહેવા આદેશ આપવામાં આવ્યા છે.


આર્ટીકલ શેર કરો:
Advertisements
Advertisements
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here