Home ભારત રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ ના બે ધારાસભ્યોએ આપ્યું પક્ષ માંથી રજી નામુ..

રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ ના બે ધારાસભ્યોએ આપ્યું પક્ષ માંથી રજી નામુ..

2225
0
Loading...
આર્ટીકલ શેર કરો:

ગુજરાતની રાજ્યસભાની ચાર બેઠકો માટેની ચૂંટણી આગામી 26મી માર્ચે યોજાવાની છે. શાસક પક્ષ ભાજપે નરહરિ અમીનને ત્રીજા ઉમેદવાર તરીકે મૂકતાં તડજોડ અને ધારાસભ્યોના ખરીદ-વેચાણની શક્યતાઓ સેવાઈ રહી છે.

માનવામાં આવી રહ્યું છે કે, ભાજપ ખૂટતા ઉમેદવાર માટે કોંગ્રેસનાં સભ્યોને ક્રોસવોટિંગ માટે અજમાવે તેવી ભીતિનાં પગલે કૉંગ્રેસનાં 20 ધારાસભ્યોને રાજસ્થાનનાં રિસોર્ટમાં મોકલી દેવામાં આવ્યાં છે.

આ સાથે સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે સુરેન્દ્રનગર લીંબડીનાં ધારાસભ્ય સોમા ગાંડા જે કોળી પટેલ છે, જ્યારે ધારીનાં ધારાસભ્ય જે.વી.કાકડીયા બંન્ને મોડી રાતે અધ્યક્ષને મળ્યા હતાં. આ બંન્ને લોકોએ કૉંગ્રેસમાંથી રાજીનામું આપી દેવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

તમારી ધંધા ની જાહેરાત અહીં આપી શકો છો...

આ સાથે ત્રીજા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ પણ હાલ તબિયત સારી ના હોવાને કારણે જયપુર જવાની ના પાડી દીધી છે. તેથી તેઓ પણ ભાજપમાં જોડાઈ શકે તેવી અટકળો સેવાઈ રહી છે.

26મીએ યોજાનારી ચૂંટણી માટે 103 સભ્યની સંખ્યા ધરાવતા ભાજપે અભય ભારદ્વાજ, રમીલાબહેન બારા સાથે ત્રીજા ઉમેદવાર તરીકે નરહરિ અમીનના નામની જાહેરાત કરી હતી. આવી જાહેરાત સાથે જ એ બાબત નિશ્ચિત થઈ ગઈ હતી કે મતોની ભાંગફોડ થશે જ. સામા પક્ષે કૉંગ્રેસે પોતાના 73 અને એક અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીનાં મતનું સંકલન કરી જરૂરી 74 મત સાથે શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીનાં નામ આપ્યાં છે.

મહત્વનું છે કે, કોંગ્રેસને પોતાના અને એક અપક્ષના મત ઉપરાંત એનસીપીના કાંધલ જાડેજા તેમજ છોટુ વસાવાની પાર્ટી બીટીપીના બે સભ્યોનો ટેકો મળી રહે તેવો આશાવાદ છે.

કૉંગ્રેસનાં ધારાસભ્યો જયપુર જાય તે પહેલાં હર્ષદ રીબડીયા, ગેનીબેન ઠાકોર, ચંદનજી ઠાકોર સહિત અન્ય સિનિયર ધારાસભ્યો ગાંધીનગર ખાતે પ્રદેશ પ્રમુખ સાથે બંધબારણે બેઠક કરી હતી. એરપોર્ટ પર પહોંચેલા ધારાસભ્ય લાખાભાઈ ભરવાડે કહ્યું હતું કે જે કંઈ પૂછવું હોય તે પાર્ટીને પૂછો. હું તો મારા કામ માટે બહારગામ જઈ રહ્યો છું. પૂનમ પરમારે કહ્યું હતું કે, પાર્ટીનો આદેશ છે એ મુજબ અમે અહીં આવી ગયા છીએ. બોર્ડિંગ પાસ મળશે એટલે ખબર પડશે કે ક્યાં જવાનું છે. જ્યારે ગેનીબેન ઠાકોરે જણાવ્યું કે, અમે તો જઈ રહ્યા છે. સોમવારે પાછા આવીને વિધાનસભામાં કામગીરી બજાવીશું.

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…

તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.


આર્ટીકલ શેર કરો:
તમારી ધંધા ની જાહેરાત અહીં આપી શકો છો...
તમારી ધંધા ની જાહેરાત અહીં આપી શકો છો...
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here