Home Uncategorized ગેરકાયદેસર બાંધકામ ને બચાવવા વરાછા ના ભાજપના નેતા જ મેદાને!

ગેરકાયદેસર બાંધકામ ને બચાવવા વરાછા ના ભાજપના નેતા જ મેદાને!

768
0
આર્ટીકલ શેર કરો:

સુરત શહેર માં તક્ષશિલા અગ્નિકાંડ ની ઘટના બન્યા પછી તંત્ર એક્શન માં આવ્યું હતું. અને જે પણ ગેરકાયદેસર ડોમ,બાંધકામ બનાવેલા હોય તેને પાડવાના આદેશ કમિશનરે આપ્યા હતા.તેમની સામે ભાજપ ના જ નેતાઓ ગેરકાયદેસર બાંધકામ ન તોડવા ભલામણ કરી રહ્યા છે.

સુરત ના વરાછા રોડ પર આવેલા કસ્તુરબાનગર સોસાયટી ના મકાન ઉપર ગેરકાયદેસર ડોમ બાંધવામા આવેલ હતો. તેને પાલિકા ના અધિકારી ઓ હટાવવા ગયા હતા.પરંતુ ભાજપના જ નગરસેવક ભરત મોના આ પાલિકા ના સ્ટાફ ને અટકાવવા ના પ્રયત્નો કર્યા હતા.

ભરત મોના ત્યાં એવું કહી રહયા હતા કે નોટિસ વગર ગેરકાયદેસર બાંધકામ તોડવા માટે પાલિકા નો સ્ટાફ આવ્યો છે.ત્યારબાદ પાલિકા નો સ્ટાફ ત્યાંથી રવાના થઈ ગયો હતો.

તમારી ધંધા ની જાહેરાત અહીં આપી શકો છો...

આ એક વખત નહિ પરંતુ ભરત મોના ગેરકાયદેસર બાંધકામ ની ભલામણો માટે ઘણી વખત વિવાદ મા આવેલા છે.વોર્ડ 14 ના નગર સેવક ભરત મોના ગેરકાયદેસર બાંધકામ ની ભલામણ કરતા હોઈ તેવી વાતો અન્ય ભાજપ ના જ નેતા દ્વારા સાંભળવા મળ્યું છે.ભરત મોના એ જણાવ્યું હતું કે અહીં 5 મહિલાઓ સાડી ના મશીનો ચલાવે છે અને વરસાદ હોવાથી નોટિસ વગર તોડવો અયોગ્ય છે.

ગઈકાલ ની સામાન્ય સભામાં વોર્ડ 16 ના કોંગ્રેસ ના નગર સેવક વિજય પાનશેરીયા એ શાસકો ને આડેહાથ લીધા હતા. અને ગેરકાયદેસર બાંધકામ ની તપાસ કરવા અને તેને તોડી પાડવા માટે માટે કહ્યું હતું.


આર્ટીકલ શેર કરો:
તમારી ધંધા ની જાહેરાત અહીં આપી શકો છો...
તમારી ધંધા ની જાહેરાત અહીં આપી શકો છો...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here