Home વર્લ્ડ સૌથી મોટા સમાચાર: પ્રિન્સ ચાર્લ્સના કોરોના રિપોર્ટ પોઝિટિવ…

સૌથી મોટા સમાચાર: પ્રિન્સ ચાર્લ્સના કોરોના રિપોર્ટ પોઝિટિવ…

1960
0
આર્ટીકલ શેર કરો:

બ્રિટનમાંથી મોટા સમાચાર પ્રાપ્ત થયા છે. પ્રિન્સ ચાર્લ્સ નો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ પ્રિન્સ ચાર્લ્સને સ્કોટલેન્ડ ખાતે સેલ્ફ આઇસોલેશન માં રાખવામાં આવ્યા છે. થોડા દિવસ પહેલા એવા સમાચાર આવ્યા હતા કે બ્રિટનમાં કોરોનાના ખતરાને પગલે રાણી એલિઝાબેથને અન્ય મહેલમાં ખસેડવામાં આવ્યા છે.

બ્રિટિશ રોયલ નિવાસ્થાન ક્લેરન્સ હાઉસ તરફથી આ મામલે એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “પ્રિન્સ ઓફ વેલ્સનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમનામાં કોરોનાના થોડાં થોડાં લક્ષણો દેખાવાની શરૂઆત થઈ છે. તેમની તબિયત હાલમાં સારી છે. તેઓ છેલ્લા ઘણા દિવસથી હંમેશની જેમ ઘરેથી કામ કરી રહ્યા છે.”

ક્લેરન્સ હાઉસે વધુમાં જણાવ્યું કે, પ્રિન્સના પત્ની કેમિલાનો પણ રિપોર્ટ કરવામાં આવ્યો હતો જે નેગેટિવ આવ્યો છે. ડૉક્ટરોની સલાહ પ્રમાણે પ્રિન્સ અને કેમિલા સ્કોટલેન્ડ ખાતે ઘરે આઇસોલેશનમાં છે. આ ટેસ્ટ NHS તરફથી કરવામાં આવ્યો હતો.

તમારી ધંધા ની જાહેરાત અહીં આપી શકો છો...

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…

તમે અમને Whatsappફેસબુકટેલિગ્રામટ્વિટર,  ઇન્સ્ટાગ્રામઅને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.


આર્ટીકલ શેર કરો:
તમારી ધંધા ની જાહેરાત અહીં આપી શકો છો...
તમારી ધંધા ની જાહેરાત અહીં આપી શકો છો...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here