જમ્મુ-કાશ્મીરમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહીંના બાંદીપોરા જિલ્લાના ગુરેઝના તુલૈલ વિસ્તારમાં આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ થયું છે. અધિકારીઓએ જણાવ્યું કે શુક્રવારે બપોરે ઉત્તર કાશ્મીરના બાંદીપોરા જિલ્લાના ગુરેઝના તુલૈલ વિસ્તારમાં સેનાનું એક હેલિકોપ્ટર ગુજરાન નાળામાં ક્રેશ થયું હતું. કહેવામાં આવી રહ્યું છે કે આ હેલિકોપ્ટર પેટ્રોલિંગ પર હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર હાલ હેલિકોપ્ટરનો પાયલોટ સુરક્ષિત છે. ગુરેઝ એસડીએમના જણાવ્યા અનુસાર, દુર્ઘટના પહેલા હેલિકોપ્ટર સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. હાલ અકસ્માતનું કારણ જાણવામાં આવી રહ્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે જે વિસ્તારમાં દુર્ઘટના થઈ છે તે એલઓસીની બાજુમાં છે.
J-K: Indian Army helicopter crashes in Gurez sector
Read @ANI Story | https://t.co/9klTCFhrxc pic.twitter.com/OxDpTqzMIV
— ANI Digital (@ani_digital) March 11, 2022
જણાવી દઈએ કે ગયા વર્ષે 8 ડિસેમ્બર 2021ના રોજ સેનાના હેલિકોપ્ટર ક્રેશને કારણે દેશે જનરલ બિપિન રાવત, તેમની પત્ની અને તેમના સ્ટાફના સભ્યોને ગુમાવ્યા હતા. આ દુર્ઘટના નીલગિરી જિલ્લામાં પ્લેન ક્રેશ થવાને કારણે થઈ હતી. આ ઘટનામાં શરૂઆતમાં ગ્રુપ કેપ્ટન વરુણ સિંહનો આબાદ બચાવ થયો હતો. પરંતુ બાદમાં 15 ડિસેમ્બરે તેમનું પણ મૃત્યુ થયું હતું.
નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…
◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.
જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…