Home ગુજરાત સિંગલ યૂઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ..! જાણો અહીં સિંગલ યૂઝ પ્લાસ્ટિક વિશે તમામ...

સિંગલ યૂઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ..! જાણો અહીં સિંગલ યૂઝ પ્લાસ્ટિક વિશે તમામ માહિતી

978
0
Loading...
આર્ટીકલ શેર કરો:

કેન્દ્ર સરકારે હાલમાં સિંગલ યૂઝ પ્લાસ્ટિક ઉપર સંપૂર્ણ રીતે પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો છે. ‘સ્વચ્છ ભારત’ ટ્વીટર હેંડલ પર સરકારે જણાવ્યુ કે, વડાપ્રધાન મોદી દ્વારા 11 સપ્ટેમ્બર 2019ના રોજ શરૂ કરવામાં આવેલા ‘સ્વચ્છતા હી સેવા’ કેમ્પેન સિંગલ યૂઝ પ્લાસ્ટીક ઉપર પ્રતિબંધ લગાવવા વિશે નથી, પરંતુ તેના ઉપયોગને રોકવા માટે લોકોમાં જાગરૂકતા લાવીને જન-આંદોલન શરૂ કરવાનું છે. ઘણી કંપનીઓ સિંગલ યૂઝ પ્લાસ્ટિકની જગ્યાએ બીજો વિકલ્પ શોધી રહી છે. સિંગલ યૂઝ પ્લાસ્ટિકને લઈને સરકારના કેમ્પેનનો અસર દેખાવા લાગ્યો છે.

જાણો શું છે સિંગલ યૂઝ પ્લાસ્ટિક?

સિંગલ યૂઝ પ્લાસ્ટિક એવું કેમિકલ છે જે પર્યાવરણની સાથે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકશાનકારક છે. પ્લાસ્ટિક હજારો વર્ષો સુધી આમ જ પડી રહે છે, જેને કારણે પાણી જ નહી પણ માટી માટે પણ નુકશાનકારક છે.

એવું પ્લાસ્ટિક જેનું ઉપયોગ માત્ર એક વાર જ કરી શકાય તેને સિંગલ યૂઝ પ્લાસ્ટિક કહેવામાં આવે છે. રૂટીન લાઈફમાં આપણે પ્લાસ્ટિકના કેટલીક પ્રોડક્ટનો ઉપયોગ કરીએ છીએ અને પછી તેને ફેંકી દેવામાં આવે છે. આ પ્રોડક્ટસને સિંગલ યૂઝ પ્લાસ્ટિકમાં આવે છે. સિંગલ યૂઝ પ્લાસ્ટિકને ડિસ્પોઝલ પ્લાસ્ટિક પણ કહેવામાં આવે છે.

સિંગલ યૂઝ પ્લાસ્ટિકમાં આવે છે આ પ્રોડક્ટ

સિંગલ યૂઝ પ્લાસ્ટિકમાં કૈરી બૈગ (50 માઈક્રોનથી ઓછા), નાની રૈપિંગ/ પૈકિંગ ફિલ્મ, ફોમ વાળા કપ, કટોરા, પ્લેટ, લેમિનેટ કરેલા બાઉલ અને પ્લેટ, નાના પ્લાસ્ટિક કપ અને કંટેનર (150 એમએલ અને 5 ગ્રામથી ઓછા), પ્લાસ્ટિક સ્ટિક અને ઈયર બડ્સ, ફુગ્ગા, ઝંડો અને કેંડી, સિગારેટના બટ્સ, ખાદ્ય પદાર્થો માટે નાના પ્લાસ્ટિક પૈકેટ (200 એમએલથી ઓછા) અને બેનર (100 માઈક્રોનથી ઓછા) સામેલ છે.

ઈ-કોમર્સ કંપનીઓમાં 40 % સિંગલ યુજ પ્લાસ્ટિકનો ઉપયોગ

ભારતમાં ઇ-કોમર્સ કંપની સોથી વધારે સિંગલ યૂઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરે છે. એક અંદાજ પ્રમાણે, વર્ષમાં જેટલો પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે તેમાંથી 40 ટકાનો ઉપયોગ ઈ-કોમર્સ સેક્ટરમાં જ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…

તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.


આર્ટીકલ શેર કરો:
Advertisements
Advertisements
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here