Home ગુજરાત સુરતમાં ખુલ્લેઆમ પાલિકાની ગાડીમાં જ દારૂની હેરાફેરી!!!

સુરતમાં ખુલ્લેઆમ પાલિકાની ગાડીમાં જ દારૂની હેરાફેરી!!!

1099
0
Loading...
આર્ટીકલ શેર કરો:

ગુજરાતના દારુબંધીના નામે હવે હદ પાર થઈ રહી છે. સુરતની વાત કરીએ તો મનપાની ગાડીમાં દારૂની હેરાફેરી કરતો વીડિયો સામે આવ્યો છે. ગાડીનો ડ્રાઇવર પણ દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો છે.

મળતી માહિતી પ્રમાણે પાલિકા દ્વારા કોન્ટ્રાક્ટમાં લેવામાં આવેલી પાલિકાની જ એક ગાડીમાંથી દારૂની બોટલ મળી આવી હતી. જ્યારે બીજી બાજુ બીઆરટીએસની બસનો એક ડ્રાઈવર પીધેલી હાલતમાં બસ ચાલતો હોવાનું જણાતા હોબાળો મચી ગયો હતો. આ બંનેના વીડિયો કોંગ્રેસના નગરસેવક દિનેશ કાછડિયા દ્વારા સોશિયલ મીડિયામાં અપલોડ કરવામાં આવ્યા છે અને સવાલો ઉભા કર્યા છે.

મળતી માહિતી પ્રમાણે, સિમાડા ગામ જતા રસ્તા પર 11 ફેબ્રુઆરીના રોજ સ્વચ્છ સુરત, સુંદર સુરતના બેનર સાથેનો એક પાલિકાનો ટ્રક (GJ-05-G-9442) પસાર થઈ રહ્યો હતો. જેમાં કોંગ્રેસના નગરસેવક દિનેશ કાછડિયાએ તપાસ કરતા ડ્રાઈવર પીધેલી હાલતમાં હતો. ડ્રાઈવર પાસે ફિટનેસ સર્ટી પણ ન હતું અને ટ્રકમાં દારૂની બોટલ પણ હતી. ટ્રકની નંબર પ્લેટ પણ નવા કાયદા પ્રમાણે ન હતી.

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…

તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.


આર્ટીકલ શેર કરો:
Advertisements
Advertisements
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here