Home ગુજરાત જીત બાદ કેજરીવાલે દિલ્હીના લોકોને કહ્યું, ‘આ માત્ર દિલ્હી જ નહી, પરંતુ...

જીત બાદ કેજરીવાલે દિલ્હીના લોકોને કહ્યું, ‘આ માત્ર દિલ્હી જ નહી, પરંતુ સમગ્ર ભારતની જીત છે’

5352
0
Loading...
આર્ટીકલ શેર કરો:

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ફરીથી એક વખત સત્તા મેળવી રહી છે. દિલ્હી ચૂંટણી 2020માં જીત મળ્યા બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધિત કર્યા. આ દરમિયાન કેજરીવાલે હનુમાનજીનો આભાર માન્યો અને પોતાને દિલ્હીનો પુત્ર ગણાવ્યો. તેમણે કહ્યું કે, આ માત્ર દિલ્હી જ નહી, પરંતુ સમગ્ર ભારતની જીત છે.

અરવિંદ કેજરીવાલે કહ્યું કે, હું સમગ્ર દિલ્હીવાસીઓનો આભાર વ્યક્ત કરવા માંગુ છું, જેમણે ત્રીજી વખત તેમના દિકરા પર વિશ્વાસ વ્યક્ત કર્યો. આ જીત મારી નથી, આ તમામ દિલ્હીવાસીઓની જીત છે. આ દિલ્હીના એ પરિવારની જીત છે, જેમને વીજળી મળવા લાગી છે. આ દરેક એવા પરિવારની જીત છે, જેમના બાળકોને સારૂ શિક્ષણ મળવા લાગ્યું છે. દિલ્હીના લોકોએ આજે દેશમાં એક નવી રાજનીતિને જન્મ આપ્યો છે. આ રાજનીતિ એટલે કામની રાજનીતિ. દિલ્હીના લોકોએ સંદેશ આપી દીધો છે કે, વોટ એને જ જે સ્કૂલો બનાવશે. વોટ એને જ જે 24 કલાક વીજળી આપશે, ઘેર-ઘેર પાણી પૂરૂ પાડશે, મહોલ્લા ક્લિનિક બનાવશે. આ પ્રકારની રાજનીતિ સારો સંકેત છે.

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…

તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.


આર્ટીકલ શેર કરો:
Advertisements
Advertisements
Loading...