Home ગુજરાત માનવતાની મુસ્કાન અર્થે સુરતમાં યોજાયો ભવ્ય લોક ડાયરો…

માનવતાની મુસ્કાન અર્થે સુરતમાં યોજાયો ભવ્ય લોક ડાયરો…

1818
0
Loading...
આર્ટીકલ શેર કરો:

“એક વ્યક્તિ કદાચ દુનિયા ના બદલી શકે, પરંતુ એક વ્યક્તિની દુનિયા જરૂર બદલી શકે છે.”

મોટા વરાછા વિસ્તારમાં અબ્રામા રોડ પર આવેલા યોગેશ્વર ફાર્મમાં જરૂરિયાત મંદ બાળકોના ભોજન, વિધવા સહાય અને નિરાધાર માતા-પિતાના લાભાર્થે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, માનવતાનું મહાન કાર્ય કરી રહેલ, જરૂરિયાત મંદ વ્યક્તિઓનાં જીવનમાં મુસ્કાન માટે નિમિત્તરૂપ બનેલ મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ, સુરત આયોજીત *ભવ્ય સંગીત સંધ્યા* તારીખ :- 13-01-2020, સોમવાર સાંજે 08:30 કલાકે, યોગેશ્વર ફાર્મ, અબ્રામામાં યોજાઈ હતી.

માનવતાની મુસ્કાન, માનવતા માટે મુસ્કાનનું સરાહનીય યોગદાન. જરૂરિયાત મંદ વ્યક્તિઓનાં જીવનમાં મુસ્કાન માટે નિમિત્તરૂપ બનેલા મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ, સુરત આયોજીત ભવ્ય સંગીત સંધ્યામાં સુપ્રસિદ્ધ લોકગાયક જીગ્નેશ કવિરાજ બારોટ, અલ્પા પટેલ, ઉમેશ બારોટ, હાસ્ય કલાકાર સંજય સોજીત્રાને સાંભળવા, જાણવા, માણવા અને એમની વાણી, વિચારોથી નીકળેલા સાહિત્ય અને ભજનોથી પોતાને ખાળવા આશરે 25 હજારનું માનવ મહેરામણ ઉમટી પડીયું હતું.

ડાયરામાં આવેલા સભ્યોએ મુસ્કાન ચેરીટેબલ ટ્રસ્ટના કાર્યને બિરદાવ્યું હતું. સાથે ભજનની મોજ માણતાં તેમણે આ સદકાર્ય માટે મોટી રકમ દાનમાં આપી હતી. માનવતા ના મહાન કાર્ય લાભાર્થે યોજાયેલા ડાયરામાં લોકોએ ઉદાર હાથે દાન વરસાવતાં અંદાજે 27 લાખથી વધુ રૂપિયા એકઠા થયાં હતાં.

તમારી ધંધા ની જાહેરાત અહીં આપી શકો છો...

જુઓ અન્ય તસવીરો:-

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…

તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.


આર્ટીકલ શેર કરો:
તમારી ધંધા ની જાહેરાત અહીં આપી શકો છો...
તમારી ધંધા ની જાહેરાત અહીં આપી શકો છો...
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here