Home ગુજરાત મોદીના અહંકાર ને લઈને પૂર્વ RBI ગવર્નર રાજને આપ્યું મોટું નિવેદન..! કહ્યું...

મોદીના અહંકાર ને લઈને પૂર્વ RBI ગવર્નર રાજને આપ્યું મોટું નિવેદન..! કહ્યું કે…

1732
0
આર્ટીકલ શેર કરો:

RBI ના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને એક વાર ફરીથી ભારતીય અર્થવ્યવસ્થા માટે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યુ છે કે, દેશની નાણાકીય ખોટ પાછળ ઘણા કારણો છુપાયેલા છે, તેને સુધારવા માટેના પગલાં લેવામાં આવ્યા નથી. જેથી ભારતીય અર્થવ્યવસ્થા ભયાનક સ્થિતિમાં જઈ રહી છે. બ્રાઉન યૂનિવર્સિટીમાં ઓપી જિંદલ લેક્ચરમાં રઘુરામ રાજને જણાવ્યુ કે, સરકારમાં ઉચ્ચ સ્તરે સમગ્ર અર્થતંત્ર ના માર્ગદર્શનના અભાવે ભારતીય અર્થવ્યવસ્થાને ભારે સંકટમાં મુકી દીધી છે.

રાજને જણાવ્યુ કે, ભારતમાં ફાઈનાન્સિયલ સેક્ટર પરનું સંકટએ અર્થવ્યવસ્થામાં સ્લોડાઉનનું એક માત્ર કારણ નથી. તેમણે જણાવ્યુ કે, રોકાણ, વપરાશ, નિકાસમાં ઘટાડો અને NBFCનું સંકટ સ્લોડાઉનનું કારણ છે.

‘નોટબંધી અને જીએસટીએ હાલની અર્થવ્યવસ્થા નું સૌથી મોટું સંકટનું કારણ’

તમારી ધંધા ની જાહેરાત અહીં આપી શકો છો...

સૌથી મોટું સંકટનું કારણ આયોજન વગર નોટબંધી અને જીએસટી લાગૂં કરવાને કારણે આવી છે. તેમણે જણાવ્યુ કે, નોટબંધી અને જીએસટીએ નિશ્ચિત રીતે ભારતીય અર્થવ્યવસ્થાને નુકશાન પહોંચાડયુ છે. આ નિર્ણય એવા સમયે લાગૂં કરવામાં આવી, જ્યારે ભારતીય અર્થવ્યવસ્થા પહેલાથી જ નબળી થઈ રહી હતી.

ભારતને ગ્રોથના નવા રીસોર્સ વિશેની જાણકારી નથી : રઘુરામ રાજન

તેમણે જણાવ્યુ કે, છેલ્લા કેટલાક વર્ષો સુધી સારા પ્રદર્શન કર્યા બાદ ભારતીય અર્થવ્યવસ્થામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. વર્ષ 2016ની પ્રથમ ત્રિમાસિક ગાળામાં વિકાસ દર 9 ટકા રહી હતી. રાજને ભારતીય અર્થવ્યસ્થામાં સ્લોડાઉનના કારણનું પણ ઉલ્લેખ કરતા જણાવ્યુ કે, પહેલાથી ચાલી આવતી સમસ્યાઓની તપાસ થઈ શકે છે. પરંતુ દેશનું નિષ્ફળ ફાયનાન્સ સેક્ટર અને વિજળી સેક્ટરને હજુય મદદની જરૂર છે. વાસ્તવિક સમસ્યા એ છે કે ભારત અત્યાર સુધી ગ્રોથના વિકાસના નવા સોર્સની કોઈ શોધ કરી શક્યું નથી. જેના કારણે ભારતની અર્થવ્યવસ્થા ખૂબ જ ગંભીર ગણવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…

તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.


આર્ટીકલ શેર કરો:
તમારી ધંધા ની જાહેરાત અહીં આપી શકો છો...
તમારી ધંધા ની જાહેરાત અહીં આપી શકો છો...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here