Home ગુજરાત સુરત ના તક્ષશિલા અગ્નિકાંડ ની તપાસ માટે રાષ્ટ્રપતિ ને અંદાજીત 80...

સુરત ના તક્ષશિલા અગ્નિકાંડ ની તપાસ માટે રાષ્ટ્રપતિ ને અંદાજીત 80 હજાર થી વધુ હસ્તાક્ષરો સાથે લખાયા પત્રો..

2645
0
Loading...
આર્ટીકલ શેર કરો:

સરથાણા ના અગ્નિકાંડ મા 22 માસુમો ના મોત થયા હતા. તે માટે આ કેસ ની નિષ્પક્ષ તપાસ થાય એ માટે વરાછા ના યુવાનો એ રાષ્ટ્રપતિ, વડાપ્રધાન,રાજ્યપાલ ને પત્ર લખી ન્યાય ની માંગણી માટે હસ્તાક્ષર અભિયાન ઉપાડ્યું હતું.અને આ પત્રો ગુરુવારે પોસ્ટ મારફત મોકલવવામાં આવ્યા હતા.વરાછા ના એક સોશિઅલ મીડિયા ગ્રુપ દ્વારા આ કેસ ની તપાસ નિષ્પક્ષ રીતે થાય એ માટે 2જી જૂન થી હસ્તાક્ષર અભિયાન ની શરૂઆત કરી હતી.વરાછા,કતારગામ વિસ્તારમાં થઈ રહેલા પરિવાર,ગામ ના સ્નેહમિલ તથા જાહેર કાર્યક્રમો મા જઈ ને આ યુવાનો એ લોકો ના હસ્તાક્ષર આપવા અપીલ કરી હતી.આ અભિયાન મા એક સપ્તાહ માં 80 હજાર હસ્તાક્ષર નોંધાયા હતા.


હસ્તાક્ષર અભિયાન મા જોડાયેલા પત્ર મા સુરત મહાનગરપાલિકા મા ચાલતા ગેરકાયદે વહીવટ,લાગવગશાહી,અધિકારરાજ, અને બીજી ઘણી બાબતો આવરી લેવામાં આવી છે. વધુ મા જણાવાયું છે કે આ કેસ ની તપાસ યોગ્ય રીતે કરવામાં આવે તેમના પરિવારો ને યોગ્ય વળતર આપવામાં આવે અને દોષીતો ને કડક મા કડક સજા કરવામાં આવે જેથી ભવિષ્યમાં આવી ઘટના ન સર્જાય.ઉપરાંત આ યુવાનો દ્વારા રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ મા પણ આ સુરત ના તક્ષશિલા અગ્નિકાંડ માં ફરિયાદો કરવામાં આવી છે. અને દોષીતો ને કડક સજા આપવાની માંગ કરી છે.હસ્તાક્ષર અભિયાન માં હાલ 80 હજારથી વધુ પત્ર રાષ્ટ્રપતિ ને મોકલી આપવામાં આવ્યા છે અને હજુ આ અભિયાન અલગ-અલગ વિસ્તારોમાં ચાલુ જ હોવાથી ટોટલ 1 લાખથી સહી ના પત્રો સાથે યુનાઇટેડ નેશન્સ હ્યુમન રાઇટ્સ કાઉન્સિલ (UNHRC) માં મોકલવામાં આવશે. જેથી, આ અભિયાન દ્વારા અગ્નિકાંડમાં સામેલ એક પણ આરોપી ને છોડવામાં આવે નહિ તે લક્ષ્યાંક સાથે ન્યાયી શ્રદ્ધાંજલિ આપવામાં આવશે.


આર્ટીકલ શેર કરો:
Advertisements
Advertisements
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here