Homeગુજરાતસોશિયલ મીડિયા નો સામાજિક સકારાત્મક ઉપયોગ કરી લોકો ને મદદરુપ થયેલ યુવાને...

સોશિયલ મીડિયા નો સામાજિક સકારાત્મક ઉપયોગ કરી લોકો ને મદદરુપ થયેલ યુવાને કરેલી કામગીરી..!! વાંચો અને શેર કરો…

✳️ મૂળ અમરેલી જિલ્લાના મોટી કુંકાવાવ તાલુકાના ખજૂરી પીપળીયા ગામના અને હાલમાં સુરત વસતા ભુવા પરિવાર તેમજ સમાજનું ગૌરવ અને ગર્વ અનોખા જીવન મંત્ર ” જે કરો તે બેસ્ટ કરો ” ને ધારણ કરનારા શ્રી મહેશભાઈ ભુવા ની સંરચના નો આ લેખ જાણીએ વિગતવાર…

💥ફેસબુક ની દુનિયા ના બેતાજ ખજાનાનો માનવતા ની મિસાલ રૂપી ઉપયોગ કરતા શ્રી મહેશભાઈ ભુવા 💥

✳️ સુરત થી સોશ્યલ મીડિયા ફેસબુક પેજ અને ઈન્સ્ટાગ્રામ ઓફિસિયલ પેજ ઉપરાંત અંદાજે 25 થી વધારે ગ્રુપ ના સર્જનાત્મક મુહિમ શ્રી સમસ્ત લેઉવા પટેલ સમાજ – Leuva Patel ની બેનમૂન કમાલ અત્યાર સુધી માં ૧૭ સત્તર મદદ ની પોસ્ટ મૂકી અપીલ કરી અંદાજે રૂપિયા ૧,૫૩,૦૦,૦૦૦/- રકમ એકઠી કરી બતાવી.

✳️ તાજેતર નું છેલ્લું ઉદાહરણ લઈએ તો ગોંડલ ગોઝારા માર્ગ અકસ્માતમાં બે પરિવારનાં છ વ્યક્તિઓના અવસાન થયા બાદ સદનસીબે બચી ગયેલ પરંતુ સંપૂર્ણ નોંધારી બની ગયેલ ત્રણ દીકરીઓ માટે માત્ર સોશિયલ મીડિયા નો સદ્ઉપયોગ કરી શ્રી સમસ્ત લેઉવા પટેલ સમાજ Leuva Patel ફેસબુક પેજ ની અપીલ અને પ્રિન્ટમીડિયા ની નોંધ થી છત્રછાયા વગરની બની ગયેલ દીકરીઓ માટે સીધા તેમના જ બેંક એકાઉન્ટમાં જમાં થયેલ રકમ રૂપિયા વીસ લાખ અગિયાર હજાર ૨૦,૧૧,૦૦૦/- અને સીધા ઘર પર મદદ દ્વારા મળેલ, રોકડા રૂપિયા ૭૨,૦૦૦/- બોતેર હજાર ની સહાય થી નોંધારી બનેલ બંસીબેન, જેનીબેન અને દ્રષ્ટિબેન એમ ત્રણેય દીકરીઓનાં નામે ૧૧ લાખ ૧૧ લાખ ની એફ ડી કરવાનું નક્કી કરાયું.

✳️ આ સિવાય કોરોના મહામારી ની બીજી લહેર માં પોતાના વતન પ્રત્યેનાં પ્રેમ અને લાગણી થી જ્યારે માનવ કોરોના ના નામ થી પણ થરથર કાંપતા હતા ત્યારે મહેશભાઈ ભુવા એ ટેલીફોનીક ચર્ચા અને સોશિયલ મીડિયા મારફત તમામ પ્રકાર ની માહિતી મેળવી ફક્ત પોતાના ગામ નહિ પરંતુ આખા અમરેલી જિલ્લાની પરિસ્થિતિ પામી અમુક સેવાભાવી મિત્રો , સંસ્થાઓને અપીલ અને વિનંતી કરી જિલ્લાના ગામડાઓમાં ચેકઅપ થી માંડી ને સારવાર તદ્દન ફ્રી માં કરવી આપવાની હાકલ કરી તે સમયે પણ સોશિયલ મીડિયા ની તાકાત નો અનોખો ઉપયોગ કર્યો હતો.

✳️ શ્રી સમસ્ત લેઉવા પટેલ સમાજ – Leuva Patel ફેસબુક પેજ ઓપરેટિંગ કરતા શ્રી મહેશભાઈ ભુવા નાનો પણ રાઈનો દાણો કહેવત મુજબ સર્જનાત્મક દૃષ્ટિ અને સંરચનાઓની સુઝબુજ નો માનવતાવાદી સત્કર્મનું ઉદાહરણ છે. સોશિયલ મીડિયા નો ઉપયોગ કેટલો ઉપકારી થઈ શકે તે આ બાબત ઉપર થી જ ખ્યાલ આવે છે.

✳️ સમાજ નું તો પેજ ચલાવે જ છે આ ઉપરાંત પણ બીજા અનેક સમાજને ફાયદો અને માહિતી મળે તે હેતુસર અનેક પ્રકારની સચોટ જાણકારી વિગતવાર સાચી માહિતી આપતા રહે છે.

✳️ બધા જ સમાજ ના લોકો માટે લેઉવા પટેલ સમાજ નો હેલ્પલાઇન નંબર +91 9712373352 પણ છે. તેમાં પણ મિત્રો, વડીલો કે વિદ્યાર્થીઓ જાણકારી માગતા હોય તો શક્ય હોય તેટલું ઝડપ થી સચોટ વિગતવાર માહિતી મેળવી નિશુલ્ક સામેથી ફોન કરીને આપતા રહે છે.

✳️ શ્રી સમસ્ત લેઉવા પટેલ – Leuva Patel સોશિયલ મીડિયા ફેસબુક પેજ ઓપરેટિંગ કરતા શ્રી મહેશભાઈ ભુવા સામાજીક પરંપરા , સામાજીક સંરચના સુધારા , સમાજની આર્થિક ઉન્નતિ ના ઉપાયો પ્રગતિ શિક્ષણ સંસ્કાર અને સિદ્ધિઓ સાથે સમાજ ની રચનાત્મક પ્રવૃત્તિ ઓનો સુપેરે નોંધ મૂકી જરૂર હોય ત્યાં વિચાર પ્રેરક માર્મિક ટકોર કરતા રહે છે.

✳️ ” મા બીમાર હોય અને દવા કરાવે દીકરા ” ની યુક્તિ એ સમાજ ની સિદ્ધિ ઓ સાથે ટૂટીઓ કહેવાની હિંમત રાખતા મહેશભાઈ ભુવા સરળ સ્વભાવ , મિતભાષી એક મુલાકાત માં અમીટ છાપ છોડી જતું નાનું પણ નાવીન્ય વ્યક્તિત્વ છે.

✳️ સોશિયલ મીડિયા એપ્સ ફેસબુક ઉપર ચાલતા શ્રી સમસ્ત લેઉવા પટેલ સમાજ – Patel Samaj પેઝ થી પચાસ લાખ થી વધુ જનસંખ્યાનો પરિવાર જોડી દેનાર મહેશભાઈ ભુવા સોશિયલ મીડિયા ગ્રુપ ના માનવ સેવા એજ પ્રભુ સેવા સહિત પચ્ચીસ થી વધુ ગ્રુપ મા માનવતા ભરી અસરકારક અપીલ થી ફોન પે , ગુગલ પે , ભારત પે , ભીમ એપ્સ દ્વારા અપીલ માં જે એકાઉન્ટ હોય તેમાં અવિરત મદદ ની આ રચનાત્મક મુહિમ કેટલી કારગત છે તેનું ઉત્તમ ઉદાહરણ ૨૫ થી વધુ સોશિયલ મિડીયા પેઝ અને ગ્રુપ દ્વારા ૫૦ લાખ થી વધુ ફોલોવર નો વિશાળ પરિવાર કેવું માનવતા વાદી કાર્ય કરી શકે છે વૈજ્ઞાનિક શોધ સંશોધન નવીનતમ ટેકનોલોજી નો ઉપયોગ સવિવેક પૂર્વક કરાઈ તો આવિષ્કાર અને આશીર્વાદ રૂપ બની શકે છે.

✳️ મહેશભાઈ ભુવા પોતાના ઉતાર ચઢાવ નાં અનુભવ પ્રમાણેવધુ મા જણાવે છે કે જ્યારે મેં ફેસબુક માં પોઝિટિવ વિચારો સાથે શરૂઆત કરી ત્યારે મારા જ સગા સંબંધીઓ કહેતા શું નકરો ફોનમાં જ મથ્યો રહે છે. એ તને કંઈ કામ નહિ આવે તેવા બહુ જ મેણા પણ મારતા અને જ્યારે મે મારી અલગ જ ઓળખ ઊભી કરી અને હું હાલ માં બીજાને જે મદદ કરી રહ્યો છું અને મારા થી બનતી મદદ ની કોશિશ કરું છું તે બધા જોઈ રહ્યા છે.

✳️ મારો ઉદ્દેશ કોઈ જાતિવાદ કરવાનો નથી હું કોઈ પણ જાતના ફક્ત મત મેળવવા પેઝ ચલાવતો નથી. બીજા અનેક પેજ ચલાવી રહ્યો છું ક્યારેય મારા પેજ માં કોઈ બીજા સમાજને ઠેસ પહોંચે તેવી ક્યારેય પોસ્ટ મૂકી નથી અને ક્યારેય મુકીશ પણ નહીં..આ મારો વિશ્વાસ રાખજો.

✳️ દુઃખ ની વાતો એ છે કે જ્યારે કોઈપણ વ્યક્તિ દુઃખ ની તકલીફ માં હોય અને ફોન મા વાતચીત કરે ત્યારે મારી સાથે રડતા અને આક્રંદ ભર્યા અવાજ થી વાત કરી રહ્યા હોય છે. મિત્રો આપણી આંખ મા પણ આંસુ આવી જાય છે કે આવી તકલીફો પણ આવતી હશે જ્યારે મને સર અને મને સાહેબ કહે ત્યારે મને ઘણુંબધું દુઃખ થાય છે.

✳️ ભગવાનને હ્રદયપૂર્વક પ્રાર્થના છે કે આવી કોઈપણ વ્યક્તિ માટે મદદ ના સર્જાય કે ના પોસ્ટ મૂકવાની ફરજ પડે. સમસ્ત જીવાત્મા સદાયે તંદુરસ્ત રહે અને સર્વનું કલ્યાણ કરે એવી ઈશ્વર ને મારી પ્રાર્થના છે.

◆ નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…

◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.

◆ જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.

◆ જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments