Homeગુજરાતવિશ્વ દિવ્યાંગ દિવસ ની ઉજવણી સુરત ખાતે વિશિષ્ટતા સાથે કરવામાં આવી...

વિશ્વ દિવ્યાંગ દિવસ ની ઉજવણી સુરત ખાતે વિશિષ્ટતા સાથે કરવામાં આવી…

આજે વિશ્વ દિવ્યાંગ J દિવસે દિવ્યાંગ પ્રગતિ મંડળ,સુરત અને સમસ્ત પાટીદાર સમાજનાં સહયોગથી 3જી ડિસેમ્બર વિશ્વ દિવ્યાંગ દિવસ એમ.એમ. ખેની ભવન,સમસ્ત પાટીદાર સમાજની વાડી કતારગામ ખાતે સાંસદ અને અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ તથા હર્ષભાઇ સંઘવી, ગૃહમંત્રીની ઉપસ્થિતિમાં આયોજન કરવામાં આવ્યું હતું.

સાંસદ અને અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ જણાવ્યું હતું કે આદરણીય મોદી સાહેબે કીધું છે કે કોઈ પણ દિવ્યાંગો માટે જે કંઈ સાધનોની જરૂરિયાત હોઈ તે પુરી કરીને તેમને રોજગારી આપવા ખાસ જણાવ્યું હતું વધુમાં દિવ્યાંગો સાથે રાજ્ય અને કેન્દ્ર ની સરકાર સાથે છે જ તેમ જણાવ્યું હતું.

હર્ષભાઈ સંઘવી માનનીય ગૃહમંત્રીશ્રી જણાવ્યું કે આ પ્રકારના કાર્યક્રમમોમાં એમને શીખવા મળે છે અને વધુમાં જણાવ્યું કે મારી ગાંધીનગરની કચેરીમાં 80% વસ્તુ દિવ્યાંગ લોકોએ બનાવેલી છે. પદમશ્રી મથુરભાઈ સવાણી પ્રમુખશ્રી કિરણ હોસ્પિટલ દ્વારા દરેક દિવ્યાંગ પરિવારને હેલ્થ ચેકઅપ માટે 50% ફ્રી ની કુપન આપી હતી.

પૂજાબેન વઘાસિયા બોર્ડ મેમ્બર ઓફ નેશનલ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા દિવ્યાંગ લોકોને નોકરી અને સ્વરોજગારી માટે લૉન અને વિવિધ યોજનાની માહિતી આપી હતી. આ ઉપરાંત કાર્યક્રમ શ્રી લાલજીભાઈ પટેલ,ધર્મનંદન ડાયમંડ,ભરતભાઇ શાહ છાંયડો, અશિષભાઈ ગુજરાતી પ્રમુખશ્રી ચેમ્બર ઓફ કોમર્શ, શ્રી મહેશકુમાર ઓ.પી.ખેની રોયલટન ગ્રુપ,શ્રી કરણભાઈ ડુંગરાણી, શ્રી ગણપતભાઈ ધામેલીયા,સેનેટ મેમ્બર,મનીષભાઈ કાપડિયા,કન્વીનર સરદાર ધામ,પફુલભાઈ શિરોયા કાર્યક્રમમાં દિવ્યાંગ પ્રગતિ મંડળ સાથે સંકળાયેલા ખૂબ મોટી સંખ્યામાં દિવ્યાંગો હાજર રહ્યા હતા. મહેમાનોનું શબ્દોથી સ્વાગત શ્રી ગણપતભાઈ ધામેલીયા કર્યું હતું લાલજીભાઈ પટેલ ધર્મનંદન 25 ઈ-બાઇક આપવાની જાહેરાત કરી હતી

,અશિષભાઈ ગુજરાતી દિવ્યાંગોનાં વિકાસ માટે પૂરી મદદની ખાતરી આપી હતી 9 જેટલા વિશેષ દિવ્યાંગોનું સન્માન કરવામાં આવ્યું હતું જેમને કોઈને કોઈ રીતે દિવ્યાંગ છે અને સારી રીતે સમાજમાં જીવે છે દરેક મહેમાનોએ દિવ્યાંગો સાહસના વખાણ કર્યા હતા અને તેમને વિકાસના આશીર્વાદ આપ્યા હતા. દિવ્યાંગ પ્રગતિ મંડળ સાથે સંકળાયેલા દરેક આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અભિનંદન આપ્યા હતાં કાર્યક્રમમાં અંતે દરેક મહેમાનો જે પોતાનો કિંમતી સમય ફાળવીને આ દિવ્યાંગોને પ્રોત્સાહિત કર્યા તેથી દિવ્યાંગ પ્રગતિ મંડળના સભ્યશ્રી દિનેશભાઇ અણઘન દરેક આભાર વ્યક્ત કર્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments