Homeગુજરાતખોડલધામ દર્શનાર્થે જતા સુરતના પટેલ પરિવારને અકસ્માત નડ્યો: ભાઈ-બહેન, સાસુ-વહુ સહિત પાંચના...

ખોડલધામ દર્શનાર્થે જતા સુરતના પટેલ પરિવારને અકસ્માત નડ્યો: ભાઈ-બહેન, સાસુ-વહુ સહિત પાંચના મોત…

નેશનલ હાઇવે પર બિલિયાળા ગામના પાટિયા પાસે એસેન્ટ કાર અને એસટી બસ વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં પાંચ લોકોના મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઈ છે. સુરતનો પટેલ પરિવાર ખોડલધામ ખાતે દર્શનાર્થે જઈ રહ્યો હતો ત્યારે અકસ્માત સર્જાયો હતો. જેમાં ભાઈ – બહેન, સાસુ – વહુ સહિત પાંચના ઘટના સ્થળે જ મોત નિપજયા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ સુરતના કાપોદ્રામાં રહેતા અને મૂળ બગસરા પાસેના મૂંજીયાસર ગામના વતની અશ્વિનભાઈ ગોવિંદભાઇ ગઢિયા (ઉ.વ. 38), તેમના પત્ની સોનલબેન (ઉ.વ. 38), પુત્ર ધર્મિલ (ઉ.વ. 12), માતા શારદાબેન (ઉ.વ. 56), બનેવી પ્રફુલભાઈ બામ્ભરોલિયા અને બહેન ભાનુબેન અને ભાણેજ જેની (ઉ.વ. 8) સહિતનાઓ એસેન્ટ કાર જીજે- 5 – સીક્યુ 4239માં વતન સૌરાષ્ટ્રમાં સંબંધીને ત્યાં લગ્ન પ્રસંગોમાં સુરતથી આવી રહ્યા હતા,

ત્યારે સાથો સાથ ખોડલધામ ખાતે માતાજીના દર્શન પણ થઈ જાય તે માટે કાગવડ તરફ આવી રહ્યા હતા. સાંજે ચારેક વાગ્યા આસપાસ રાજકોટ – ગોંડલ નેશનલ હાઇવે પર બિલિયાળા ગામના પાટિયા પાસે કારનું ટાયર ફાટતા કાર ડિવાઈડર ટપી રોંગ સાઈડમાં જઇ એસટી બસ નં. જી.જે. 18 ઝેડ 4178 સાથે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં અશ્વિનભાઈ, સોનલબેન, શારદાબેન, પ્રફુલભાઈ તેમજ ભાનુબેનનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે ધર્મિલ અને જેનીને ગંભીર ઇજા પહોંચી હતી.

કરુણ ઘટના અંગે અશ્વિનભાઈના નાના ભાઈ મુકેશભાઈ ગઢિયાએ જણાવ્યું હતું કે, બે ભાઈ અને બે બહેનોના પરિવારમાં અશ્વિનભાઈ મોટા હતા બંને ભાઈઓ તેમજ બહેન ભાનુબેનનો પરિવાર સુરત સ્થાયી થયો છે. સૌરાષ્ટ્રમાં માલસિકા, મોટા મૂંજીયાસર અને ભેસાણ સંબંધીઓને ત્યાં લગ્ન પ્રસંગ હોય સુરતથી સવારે નીકળ્યા હતા.

સાંજે ખોડલધામ દર્શન કરી મૂંજીયાસર આવવાના હતા. બન્ને ભાઈઓનો પરિવાર સાથે રહેતો હોય મુકેશભાઈ નવી હળીયાદ સંબંધીને ત્યાં ખરખરાના કામે બે દિવસ પહેલા જ આવી ગયા હતા. અકાળે પરિવારના પાંચ સભ્યોના નિધનથી પરિવાર શોક મગ્ન બન્યો છે.

બનાવના પગલે ગોંડલ તાલુકા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો, આ તરફ હાઇવે ઓથોરિટીની પેટ્રોલિંગ ટીમ અને એમ્બ્યુલન્સ પણ દોડી ગઈ હતી. ઇજાગ્રસ્ત બાળકોને તત્કાલ ગોંડલ બાદ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. કાગળ કાર્યવાહી હાથ ધરી પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ગોંડલની સિવિલ હોસ્પિટલમાં ખસેડયા છે.

◆ નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…

◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.

◆ જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.

◆ જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments