Homeગુજરાતપાટીદાર આંદોલનના કેસો અંગે રાજકોટમાં પાટીલના નિવેદનથી રાજકીય ગરમાવો... જાણો શું કહ્યું...

પાટીદાર આંદોલનના કેસો અંગે રાજકોટમાં પાટીલના નિવેદનથી રાજકીય ગરમાવો… જાણો શું કહ્યું…

પાટીદાર અનામત આંદોલન ઉગ્ર બનતા ગુજરાતમાં વિકટ પરિસ્થિત સર્જાઈ હતી.જે બાદ સરકારે અનામત આંદોલનકારીઓ સામે અનેક કેસ કર્યા હતા.સામાજિક સંસ્થાઓના પ્રયાસો બાદ આંદોલનકારીઓએ આંદોલનકારીઓ સામે થયેલા કેસ પરત ખેંચવાની માગ સાથે આંદોલન સમેટી લીધુ હતુ. પરંતુ હજુ પણ રાજ્ય સરકાર દ્વારા અમુક આંદોલનકારીઓ સામે થયેલા કેસ પરત ખેંચવામાં આવ્યા નથી. જેથી ફરીથી આંદોલન સક્રિય થઈ રહ્યું છે.

છેલ્લાં ઘણા સમયથી પાટીદાર સમાજ દ્વારા પાટીદાર યુવકો પર પાટીદાર આંદોલન દરમ્યાન થયેલા કેસો પરત ખેંચવાની માંગ ઊઠી રહી છે. ત્યારે આ મામલે આજે રાજકોટમાં સી.આર.પાટિલે મહત્વનું નિવેદન આપ્યું છે. પાટિલે જણાવ્યું કે, ‘પાટીદાર આંદોલનના ઘણાં કેસો પરત ખેંચવામાં આવ્યાં છે. હાલમાં 78 જેટલાં કેસો પરત ખેંચવાની પ્રક્રિયા ચાલી રહી છે.’

રાજ્યમાં વિધાનસભાની 2022ની ચૂંટણી પહેલા પાટીદાર સમાજ ફરી સક્રિય થયો છે. પાટીદાર સમાજની સામાજિક સંસ્થાઓમાં આંદોલન દરમિયાન પાટીદાર યુવાનો સામે થયેલા કેસો પાછા ખેંચવા સૂર ઉઠ્યો છે.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ રાજકોટના જસદણ ખાતે પાટીદાર શૈક્ષણિક ભવનના લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે જ આંદોલનમાં શહીદ થયેલા 14 વીરોના સ્મારકનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પાટીદાર સમાજના તમામ આગેવાનો એક મંચ પર ઉપસ્થિત રહ્યાં હતાં.

જેમાં પાટીદાર સમાજની સંસ્થાના આગેવાનોએ પણ કહ્યું હતું કે, પાટીદારો પર કરવામાં આવેલા કેસો સરકાર દ્વારા હજી સુધી પરત ખેંચવામાં આવ્યા નથી. તમામ કેસો પરત ખેંચવામાં આવે તે માટે સરકારમાં રજૂઆત કરવામાં આવશે અને આગામી ચૂંટણીમાં પાટીદાર સમાજ કોની સાથે છે તે સમય આવ્યે બતાવીશું.

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ચેરમેન આર.પી.પટેલ ઉપરાંત ઊંઝા ઉમિયાધામ સંસ્થાનના માનદ મંત્રી દિલીપ પટેલે પણ હવે પાટીદાર યુવાનો પરના કેસો પાછા ખેંચવા માંગ કરી છે.

◆ નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…

◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.

◆ જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.

◆ જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments