HomeUncategorizedજમ્મુ-કાશ્મીરના કુલગામમાં બે જગ્યાએ એન્કાઉન્ટર, સેનાએ પાંચ આતંકીઓને ઠાર કર્યા

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં બે જગ્યાએ એન્કાઉન્ટર, સેનાએ પાંચ આતંકીઓને ઠાર કર્યા

જમ્મુ અને કાશ્મીરના કુલગામમાં બુધવારે બે અલગ-અલગ સ્થળોએ થયેલા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ પાંચ આતંકવાદીઓને ઠાર કર્યા છે. એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા એક આતંકીની ઓળખ આતંકવાદી સંગઠન ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF)ના કમાન્ડર અફાક સિકંદર તરીકે થઈ છે. કાશ્મીર ઝોનના પોલીસ મહાનિરીક્ષક વિજય કુમારે જણાવ્યું હતું કે કુલગામના પુમ્બાઈ અને ગોપાલપોરા ગામમાં થયેલા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. તેણે જણાવ્યું કે બંને જગ્યાએ એન્કાઉન્ટર હજુ પણ ચાલુ છે. જણાવી દઈએ કે આ પહેલા 15 નવેમ્બરે શ્રીનગરના હૈદરપોરામાં સુરક્ષાદળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા. એક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર આ વર્ષે અત્યાર સુધીમાં 135થી વધુ આતંકીઓને સુરક્ષા દળોએ ઠાર માર્યા છે. મળતી માહિતી મુજબ 38 વિદેશીઓ સહિત 150-200 આતંકવાદીઓ હજુ પણ ઘાટીમાં સક્રિય છે.

તમને જણાવી દઈએ કે સુરક્ષા દળો ઘાટીમાં આતંકીઓ વિરુદ્ધ મોટાપાયે ઓપરેશન ચલાવી રહ્યા છે. બુધવારે, દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લામાં લશ્કર-એ-તૈયબાના બે આતંકવાદી સહયોગીઓની ધરપકડ કરવામાં આવી હતી અને તેમના કબજામાંથી એક IED પણ મળી આવ્યો હતો. એસએસપી પુલવામા ગુલામ જિલાનીએ જણાવ્યું કે સર્ક્યુલર રોડ પુલવામામાં પોલીસ અને સેનાની સંયુક્ત નાકાબંધી દરમિયાન આતંકવાદી સંગઠન લશ્કરના બે સક્રિય સહયોગીઓ ઝડપાયા હતા. ધરપકડ કરાયેલા આતંકવાદી સહયોગીઓની ઓળખ પુલવામાના રહેવાસી અમીર બશીર ડાર અને શોપિયાંના રહેવાસી મુખ્તાર અહેમદ ભટ તરીકે થઈ છે.

જમ્મુ-કાશ્મીરમાં તાજેતરના સમયમાં આતંકવાદી ઘટનાઓમાં વધારો થયો છે. 8 નવેમ્બરે આતંકવાદીઓએ સેલ્સમેનની હત્યા કરી હતી. આના એક દિવસ પહેલા 7 નવેમ્બરે આતંકવાદીઓએ એક કોન્સ્ટેબલની ગોળી મારીને હત્યા કરી હતી. ઓક્ટોબરમાં આતંકવાદીઓએ 13 નાગરિકોની હત્યા કરી હતી. જેમાં વેપારીઓ, મજૂરો અને શિક્ષકોનો સમાવેશ થાય છે. ઓક્ટોબરમાં જ આતંકી હુમલામાં 12 જવાનો શહીદ થયા હતા. જો કે ઓક્ટોબરમાં જ સુરક્ષા દળોએ 20 આતંકીઓને ઠાર કર્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments