Homeભારતસુશાંત સિંહ રાજપૂતના પાંચ સગાંઓનાં માર્ગ અકસ્માતમાં મોત, ટ્રક અને ટાટા સુમોની...

સુશાંત સિંહ રાજપૂતના પાંચ સગાંઓનાં માર્ગ અકસ્માતમાં મોત, ટ્રક અને ટાટા સુમોની ટક્કર

બિહારના લખીસરાયના સિકંદરા શેખપુરા પાસે આજે (મંગળવારે) એક દર્દનાક અકસ્માત સર્જાયો હતો. ટ્રક અને ટાટા સુમો વચ્ચે જોરદાર અથડામણમાં 6 લોકોએ જીવ ગુમાવ્યા. મૃતકોમાંથી પાંચ દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના સંબંધીઓ છે. આ અકસ્માતમાં ચાર લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા હતા. મંગળવારે સવારે લગભગ 6 વાગ્યે પીપરા ગામ પાસે આ અકસ્માત થયો હતો.

મૃતકોમાં હરિયાણાના ADGP સુશાંતના સાળા, તેના બે ભત્રીજાઓ અને અન્ય બે સંબંધીઓનો સમાવેશ થાય છે. આ અકસ્માતમાં કાર ચાલકનું પણ મોત થયું હતું. અકસ્માત અંગે સ્થાનિક લોકોએ હલસી પોલીસ સ્ટેશનને જાણ કરી હતી. માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં બે લોકોના મૃતદેહ ફસાઈ ગયા હતા. તમામ મૃતકો જમુઈ જિલ્લાના રહેવાસી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટાટા સુમોમાં સવાર તમામ 10 લોકો એક જ પરિવારના હતા. તેઓ જમુઈના સાગદાહા ભાંડવા ગામમાં અંતિમ સંસ્કારમાં હાજરી આપીને પરત ફરી રહ્યા હતા. આ દુર્ઘટનામાં લાલજીત સિંહ, અમિત શેખર, રામચંદ્ર સિંહ, દેવી સિંહ, ડેઝી દેવી અને પ્રતિમ કુમારના મોત થયા હતા. ઘાયલોમાં બાલમુકુંદ સિંહ, દિલખુશ સિંહ, વાલ્મિકી સિંહ અને પ્રશાંત સિંહ છે.

અકસ્માતમાં ઘાયલોને સિકંદનેની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે બેને ગંભીર હાલતમાં પટના રિફર કરવામાં આવ્યા છે. પોલીસે ઘટનાસ્થળેથી મૃતદેહને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.

◆ નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…

◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.

◆ જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.

◆ જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments