Homeભારતયુપીમાં ભયાનક માર્ગ અકસ્માતઃ ડમ્પર સાથે અથડાતાં સ્કોર્પિયો પલટી, ચારનાં મોત, બે...

યુપીમાં ભયાનક માર્ગ અકસ્માતઃ ડમ્પર સાથે અથડાતાં સ્કોર્પિયો પલટી, ચારનાં મોત, બે ઘાયલ

યુપીના હમીરપુર જિલ્લામાં સોમવારે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. સુમેરપુર પોલીસ સ્ટેશન વિસ્તારના હાઇવે પર ઇંગોહટા (પ્રેમ નગર) પાસે મહોબા બાજુથી આવી રહેલી સ્કોર્પિયોને ડમ્પરે ટક્કર મારી હતી. જેના કારણે સ્કોર્પિયો રોડની સાઈડમાં પલટી ગઈ હતી.

આ ઘટનામાં ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘટનાની જાણ થતા સંબંધિત પોલીસ સ્ટેશનની પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસ ઘાયલોને ગંભીર હાલતમાં સદર હોસ્પિટલમાં લઈ ગઈ હતી. સ્કોર્પિયોમાં સવાર તમામ લોકો લગ્ન સમારોહમાં હાજરી આપવા જઈ રહ્યા હતા.

આ તમામ જાલૌન જિલ્લાના રહેવાસી હોવાનું કહેવાય છે. અચાનક બનેલી ઘટનાને પગલે હાઈવે પર જામ થઈ ગયો હતો. જેના કારણે બંને તરફ સેંકડો વાહનો અટવાઈ પડ્યા હતા. અકસ્માતની જાણ થતાં જ પરિવારજનોમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

◆ નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…

◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.

◆ જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.

◆ જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments