HomeભારતCRPFમાં 60 જગ્યાઓ માટે ભરતી, 85 હજાર રૂપિયા સુધીનો પગાર, જાણો અહીં...

CRPFમાં 60 જગ્યાઓ માટે ભરતી, 85 હજાર રૂપિયા સુધીનો પગાર, જાણો અહીં તમામ વિગતો

જો તમે મેડિકલ ક્ષેત્રના વિદ્યાર્થી છો અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) માં નોકરી કરવા માંગો છો, તો તમારા માટે આ એક સુવર્ણ તક છે. CRPF અને BNS સંસ્થાએ અલગ-અલગ હોસ્પિટલોમાં કોન્ટ્રાક્ટના ધોરણે સ્પેશિયાલિસ્ટ મેડિકલ ઓફિસર અને GDMOની ભરતી માટે અરજીઓ આમંત્રિત કરી છે. જે ઉમેદવારો આ પોસ્ટ્સ માટે અરજી કરવા માગે છે તેઓ CRPFની અધિકૃત વેબસાઇટ crpf.gov.in પર જઈને અરજી કરી શકે છે. ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ પર સૂચના પણ ચકાસી શકે છે.

કેટલી જગ્યાઓ માટે છે ભરતી

CRPF એ કુલ 60 જગ્યાઓ માટે ભરતી હાથ ધરી છે. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સે સ્પેશિયાલિસ્ટ મેડિકલ ઓફિસર અને જનરલ ડ્યુટી મેડિકલ ઓફિસરની જગ્યાઓ માટે અરજીઓ આમંત્રિત કરી છે. મેડિકલ જોબ માટે તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે આ એક સારી તક છે. નોકરી મેળવવા માટે પુરુષ અને સ્ત્રી ઉમેદવારોએ વોક-ઇન-ઇન્ટરવ્યુમાં હાજરી આપવી પડશે. અહીં કુલ 60 આરોગ્ય અધિકારીઓની ભરતી કરવામાં આવશે. સ્પેશિયાલિસ્ટ મેડિકલ ઓફિસરની 29 જગ્યાઓ અને જીડીએમઓ માટે 31 જગ્યાઓ છે.

કોણ અરજી કરી શકે છે

સ્પેશિયાલિસ્ટ મેડિકલ ઓફિસર ઉમેદવારો પાસે સંબંધિત વિશેષતામાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી/પીજી ડિપ્લોમા હોવો જોઈએ. તેમજ પીજી ડિગ્રી મેળવ્યા બાદ દોઢ વર્ષનો અનુભવ અથવા પીજી ડિપ્લોમા કર્યા બાદ અઢી વર્ષનો અનુભવ જરૂરી છે. એસએમઓની પોસ્ટ માટે અરજી કરનારાઓ પાસે અનુસ્નાતક ડિગ્રી અથવા ડિપ્લોમા પ્રમાણપત્ર સાથે સંબંધિત ક્ષેત્રમાં કાર્ય અનુભવ હોવો જોઈએ. MBBS ની ડિગ્રી હોવી જોઈએ અને તેમની ઇન્ટર્નશિપ પૂર્ણ કરી હોય.

પગાર કેટલો હશે

સ્પેશિયાલિસ્ટ મેડિકલ ઓફિસરને રૂ. 85,000 હજાર મળશે જ્યારે જીડીએમઓના પદ માટે અરજદારોને રૂ. 75,000 પ્રતિ માસ સુધીનો પગાર મળશે. નોટિસ અનુસાર, સ્પેશિયાલિસ્ટ મેડિકલ ઓફિસર અને જીડીએમઓ (પુરુષ અને સ્ત્રી)નો ઇન્ટરવ્યુ 22 અને 29 નવેમ્બરે યોજાશે. ઇન્ટરવ્યુ પછી તમને મેડિકલ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે.

◆ નીચે આપેલ સોશ્યિલ મીડિયા નામ પર ક્લિક કરીને જોડાઓ Fearless Voice સાથે…

◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.

◆ જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ.

◆ જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments