Loading...
વાલીઓને પડ્યા પર પાટું, હવે સ્કૂલ વેન ચાલકોએ ભાડાની માંગણી કરી…

વાલીઓને પડ્યા પર પાટું, હવે સ્કૂલ વેન ચાલકોએ ભાડાની માંગણી કરી…

આર્ટીકલ શેર કરો:

લોકડાઉનમાં ધંધા બંધ રહેતા વાલીઓને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. ત્યારે હવે સ્કૂલ ફીની સાથે-સાથે ટ્રાન્સપોટેશનનો ખર્ચ પણ વાલીઓ પર નાંખવામાં આવ્યો છે.

રિપોર્ટ અનુસાર અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા વાલીઓ પાસેથી લોકડાઉન દરમિયાન માર્ચ, એપ્રિલ અને મે મહિનાના સ્કૂલવાન અને સ્કૂલબસના ભાડાની માંગણી કરવામાં આવી છે. શાળાઓ બંધ હોવાના કારણે સ્કૂલવાન ચાલી નથી અને વિદ્યાર્થીઓ પાછળ એક પણ રૂપિયાનું પેટ્રોલ કે, ડીઝલ બળ્યું નથી છતાં પણ સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા વાલીઓ પાસેથી ત્રણ મહિનાના ભાડાની માંગણી કરવામાં આવી છે.

આ ભાડું માંગવા બાબતે ડ્રાઈવરોની રોજગારી બંધ થવાનું જણાવવામાં આવ્યું છે. સ્કૂલવાન ચાલકોએ વાલીઓને મેસેજ કરીને પૈસાની માંગણી કરી હોવાના પણ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. આ સમગ્ર મામલે સ્પષ્ટતા કરતા અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશનનું કહેવું છે કે વાલીઓને પૈસા માટે દબાણ કરવામાં આવ્યું નથી. જે રીતે સગવડ હોય એ પ્રમાણે પૈસા આપવા ભલામણ કરવામાં આવી છે.

અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશનના સભ્યએ જણાવ્યું હતું કે, વાલીઓને અમે એક જ ભલામણ કરી છે કે, માર્ચ, એપ્રિલ અને મે મહિનાના પૈસા માંગવામાં આવ્યા છે. આ ત્રણ મહિનાના પૈસા વાલીઓ પોતાની સગવડ પ્રમાણે આપે. ડ્રાઈવરને પણ પોતાનું ઘર હોય છે, તેમને પોતાનું ઘર ચલાવવાનું હોય છે અને તેઓ સ્કૂલ વર્ધી જ કરતા હોય છે. એટલે પેરેન્ટ્સને ભલામણ કરી છે કે, તમે તમારી સગવડ પ્રમાણે પૈસા આપો.

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર,અન્ય સમાચાર વગેરેની માહિતી આપ આ વેબસાઈટ મા મુકવા માંગો છો તો અમારો સંપર્ક કરો અને મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર.

● નીચે આપેલી લિંક પર ક્લીક કરીને જોડાઓ Fearless Voice સાથે... ◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અન યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *