Loading...
અનલોક 2.0માં ઇન્ટરનેશનલ ફ્લાઇટ,સ્કૂલો અને મેટ્રો શરૂ થવાની શક્યતા,જાણો વિગતે..

અનલોક 2.0માં ઇન્ટરનેશનલ ફ્લાઇટ,સ્કૂલો અને મેટ્રો શરૂ થવાની શક્યતા,જાણો વિગતે..

આર્ટીકલ શેર કરો:

ભારતમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા પાંચ લાખની આસપાસ છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી શુક્રવાર સવારે જાહેર થયેલા આંકડાઓમાં પોઝિટિવ કેસોમાં રેકોર્ડ વધારો નોંધાયો છે. આ દરમિયાન સરકારે અનલોક 2.0ની તૈયારી શરૂ કરી દીધી છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે અનલૉક 2.0 અંગે માર્ગદર્શિકા જાહેર થઈ શકે છે. સૂત્રોનું એવું પણ કહેવું છે કે આ વખતે ઇન્ટરનેશનલ ફ્લાઇટ,સ્કૂલો અને કૉલેજોને ચાલુ કરવાની છૂટ મળી શકે છે.

કોરોના મહામારીને કારણે દેશમાં 25 માર્ચથી 31 મે સુધી લૉકડાઉન લાગૂ કરવામાં આવ્યું હતું. જે બાદમાં લૉકડાઉનને તબક્કાવાર ખોલવા માટે પહેલી જૂનથી અનલૉક 1.0 શરૂ કરવામાં આવ્યું હતું જે 30મી જૂન સુધી લાગૂ રહશે.

હવે સરકારે અનલૉક 2.0ની તૈયારી શરૂ કરી લીધી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે 30મી જૂનના રોજ અનલૉક 2.0 અંગે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી શકે છે. આ વખતે ઇન્ટરનેશનલ ફ્લાઇ્ટસ, સ્કૂલ અને મેટ્રોને ચાલુ કરવા પર સરકારનું ફોકસ રહેશે.

અનલૉક 2.0ની પ્રક્રિયા સાથે જોડાયેલા અધિકારીએ એ વાતને પુષ્ટિ કરી હતી કે ઝડપથી અનલૉક 2.0 અંગે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી શકે છે. સાથે જ આંતરરાષ્ટ્રીય રસ્તાઓને ખાનગી વાહકો માટે ખોલવામાં આવી શકે છે. જ્યારે મેટ્રો સેવાઓને ફરીથી શરૂ કરવામાં સમય લાગી શકે છે.

● નીચે આપેલી લિંક પર ક્લીક કરીને જોડાઓ Fearless Voice સાથે... ◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અન યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *