Loading...
રૂપાણી સરકારનું નવું નાઈટક કે કોથળીઓ ઓછી પડતા ટેકા ના ભાવે ખરીદી બંધ કરાય…

રૂપાણી સરકારનું નવું નાઈટક કે કોથળીઓ ઓછી પડતા ટેકા ના ભાવે ખરીદી બંધ કરાય…

આર્ટીકલ શેર કરો:

ગુજરાત સરકારે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદવાની શરૂઆત કર્યા બાદ બારદાન(કોથળા-ગુણ)ની અછત સર્જાતા હિસાબ કરવાના બાકી હોવાને નામે ખરીદી પર આંશિક બ્રેક લગાવી છે.

રોજના 3.5 લાખ બારદાનના વપરાશ સામે ગુજરાતમાં અત્યારે માંડ ત્રણથી સાડા ત્રણ લાખ બારદાનનો જ સ્ટોક હોવાથી અને અમુક સેન્ટરો પર બારદાન ખલાસ થઈ ગયા હોવાથી ખરીદી અટકાવવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

ટેકાના ભાવે 8 લાખ ટન મગફળીની ખરીદી આગામી 31મી જાન્યુઆરી સુધીમાં કરવાની છે. હજી સુધી 25થી 27 ટકા મગફળીની ખરીદી થઈ છે.

બારદાન ન હોવાથી આ ખરીદી અટકી છે અન ેતે માટે નાફેડ જવાબદાર હોવાનું જાણકાર સૂત્રોનું કહેવું છે. નાફેડે સમયસર તેનો ઓર્ડર આપી દેવો જોઈએ. ઓગસ્ટમાં ખરીદેલા બારદાનમાંથી 85 ટકા બારદાન વપરાઈ ગયા છે. હવે માત્ર 15 ટકા બારદાન જ બચ્યા છે.

પરિણામે ખેડૂતોએ તેમની મગફળી વેચવા માટે બે બે ત્રણ ત્રણ દિવસ રાહ જોવી પડી રહી છે. ખેડૂતોને રાહ જોવી પડતા ટ્રેક્ટરના રોજના રૂા.1500નો ખર્ચ બોજ તેમને માથે આવી રહ્યો છે.

ટેકાના મણદીઠ (20 કિલોદીઠ) ભાવ રૂા. 1018 છે. તેની સામે ખાનગી બજારમાં રૂા.960ના ભાવે મગફળી ખરીદાય છે. આમ  20 કિલોએ માત્ર રૂા.58નો વધારાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ રોજના રૂા.1500ના ખાડામાં ઉતરવું પડી રહ્યું છે.

જોકે ગુજરાત નાગરિક પુરવઠા નિગમના જીએએસ કેડરના અિધકારી અને અિધક કલેક્ટર સંજય મોદીએ કરેલા એક પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે ખેડૂતો પાસેથી રૂા. 5090ના ક્વિન્ટલદીઠ ટેકાના ભાવે રૂા. 1300 કરોડની મગફળીની ખરીદી કરવામાં આવી છે.

તેમાંથી અત્યાર સુધીમાં માંડ રૂા.250થી 300 કરોડની જ ચૂકવણી કરવામાં આવી હોવાથી ખેડૂતોને સમયસર તેમના પૈસા મળી જાય અને ત્યારબાદ નવી ખરીદી થાય તે માટે આ ખરીદી પર બ્રેક લગાવવામાં આવી છે. બીજા શબ્દોમાં કહીએ તો ખરીદીનો હિસાબ કરી ચૂકવણું કરવા માટે આ ખરીદી પર બ્રેક લગાવવામાં આવી છે.

આ સાથે જ તોલ કાંટાનું તોલમાપ ખાતા પાસે કેલિબ્રેશન કરાવી લેવાની, તેનું પ્રમાણપત્ર કચેરીમાં ડિસ્પ્લે કરવાની, 27મી ડિસેમ્બર સુધીમાં કરવામાં આવેલા ચૂકવણાની મેળવણી કરી લેવાની, ખેડૂતોના એકાઉન્ટ નંબર અને બૅન્કના આઈએફએસસી કોડની ભૂલને કારણે પેમેન્ટ પરત આવ્યા છે તેમાં ભૂલ સુધારીને પેમેન્ટ કરી દેવાની પણ સૂચના આપવામાં આવી છે.

તેમ જ ખરીદી કરેલી મગફળીના જથૃથાનું પણ મેળવણું કરી લેવાની સૂચના આપવાની છે.

જો તમને આ સમાચાર ગમ્યા હોય તો અમારા આ પેજ બોલશે ગુજરાત ને લાઈક કરો.

પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

● નીચે આપેલી લિંક પર ક્લીક કરીને જોડાઓ Fearless Voice સાથે... ◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અન યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *