Loading...
એક ‘મા’ છું, ‘મા’ હોવાનો દર્દ સમજી શકું છું: પ્રિયંકા ગાંધીએ હાથરસ ઘટના બાબતે જણાવ્યું…

એક ‘મા’ છું, ‘મા’ હોવાનો દર્દ સમજી શકું છું: પ્રિયંકા ગાંધીએ હાથરસ ઘટના બાબતે જણાવ્યું…

આર્ટીકલ શેર કરો:

હાથરસ, ઉત્તરપ્રદેશ: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધી-પ્રિયંકા ગાંધી શનિવારના રોજ હાથરસ પીડિતના પરિવારને મળવા માટે પહોંચ્યા હતા. રાહુલ અને પ્રિયંકાએ પીડિતના ભાઈ-પિતા અને તેની માતા સાથે બંધ રુમમાં અંદાજિત 1 કલાક સુધી વાતો કરી હતી. આ દરમિયાન કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી પણ હાજર રહ્યા હતા.

પીડિત પરિવારથી મુલાકાત દરમિયાન પ્રિયંકા ગાંધીએ પીડિતની માતાને ભેટી લીધી હતી અને તેમનો દુ:ખ વહેંચવાનો પ્રયાસ કર્યો હતો. પીડિત પરિવારના ઘરની બહાર પોલીસની સઘન સુરક્ષા પણ રાખવામાં આવી છે. મુલાકાત દરમિયાન રાહુલ ગાંધીએ પીડિતના પરિવારને સવાલ કર્યો હતો કે તમને શું લાગી રહ્યું છે કે તમને ન્યાય મળશે? તેના પર પરિવારજનોએ કહ્યું હતુ કે તમે અમને ન્યાય અપાવો.

પીડિત પરિવારથી મુલાકાત પછી પ્રિયંકા ગાંધીએ જણાવ્યું છે કે, પીડિત પરિવાર ન્યાયિક તપાસ ઈચ્છે છે. પરિવારજનો દિકરીના ચહેરો પણ જોઈ શક્યા ન હતા. પીડિત પરિવારને ન્યાય અપાવવા સુધી સંઘર્ષ રહેશે.

મુલાકાત પછી રાહુલ ગાંધીએ જણાવ્યું હતુ કે, અમે આ તકલીફમાં પીડિત પરિવારની સાથે છીએ. સરકાર આ લોકોને ડરાવી રહી છે, ધમકાવી રહી છે. આ લોકોને સુરક્ષા આપવાની જવાબદારી સરકારની છે. તેમાં યોગી સરકાર નિષ્ફળ રહી છે. આ લોકોને ધમકાવી કાગળ પર સહી કરાવી લેવામાં આવી છે.

● નીચે આપેલી લિંક પર ક્લીક કરીને જોડાઓ Fearless Voice સાથે... ◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અન યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *