Loading...
કોરોના પર ખુશ ખબર, વિશ્વમાં સૌથી વધુ સ્વસ્થ થનારા દર્દી ભારતમાં

કોરોના પર ખુશ ખબર, વિશ્વમાં સૌથી વધુ સ્વસ્થ થનારા દર્દી ભારતમાં

આર્ટીકલ શેર કરો:

કોરોના વાઈરસ મહામારી સામે જજૂમી રહેલા દેશમાં હાલ સ્થિતિ થોડી સુધરતી જોવા મળી રહી છે. છેલ્લા 2 અઠવાડિયાથી દેશમાં કોરોના વાઈરસના એક્ટિવ કેસ સતત 10 લાખથી નીચે જ જળવાઈ રહ્યાં છે. જ્યારે ભારતમાં રિકવરી રેટ એટલે કે કોરોનાથી સ્વસ્થ થનારા લોકોનો દર વધીને રેકોર્ડ 84 ટકા પર પહોંચી ગઈ છે. ભારતમાં સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યા સૌથી વધુ છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણે મંગળવારે પત્રકાર પરિષદ સબંધવા દરમિયાન જણાવ્યું કે, દેશમાં કોરોના વાઈરસથી સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યા 56 લાખના આંકડા પાર કરી ચૂકી છે. જે વિશ્વમાં સૌથી વધુ છે.

છેલ્લા 2 સપ્તાહથી સતત એક્ટીવ કેસોનો આંકડો 10 લાખથી નીચે છે અને રિકવરી રેટ 84 ટકા છે. અત્યાર સુધી 8 કરોડ કરતાં વધુ કોરોના સેમ્પલના ટેસ્ટિંગ કરવામાં આવી ચૂક્યાં છે અને ગત સપ્તાહમાં અંદાજે 80 લાખ ટેસ્ટિંગ કરવામાં આવ્યા હતા. દેશમાં અત્યાર સુધી કોરોના વાઈરસના કુલ 66,85,082 કેસ સામે આવી ચૂક્યાં છે. જેમાંથી સ્વસ્થ થનારા લોકોની સંખ્યા 56,62,490 છે. જે કુલ કેસના 84.7 ટકા છે.

 

જ્યારે દેશમાં હાલ કોરોના વાઈરસના એક્ટિવ કેસની સંખ્યા 9,19,023 છે. જે માત્ર 13.7 ટકા છે. આ ઉપરાંત દેશમાં કુલ 1,03,569 લોકો આ મહામારીના કારણે અત્યાર સુધી મોતને ભેટ્યા છે. આમ મૃત્યુદર 1.5 ટકા જળવાયો છે.

● નીચે આપેલી લિંક પર ક્લીક કરીને જોડાઓ Fearless Voice સાથે... ◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અન યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *