Loading...
BJPના પૂર્વ MP પરેશ રાવલનો ભાઈ જુગારી નિકળ્યો, જુગારધામ પર પોલીસની રેડ

BJPના પૂર્વ MP પરેશ રાવલનો ભાઈ જુગારી નિકળ્યો, જુગારધામ પર પોલીસની રેડ

આર્ટીકલ શેર કરો:

BJPના પૂર્વ MP પરેશ રાવલના ભાઈનું વિસનગરમાંથી જુગારધામ ઝડપાયું છે. આ વિશે મળતી માહિતી પ્રમાણે વિસનગર ખાતે મથુરદાસ ક્લબમાં કેટલાક સમયથી ચાલતા જુગારધામનો પોલીસે પર્દાફાશ કરીને 20 જુગારીની ધરપકડ કરી છે. જુગારીઓમાંથી મુખ્ય સંચાલક કિર્તીકુમાર રાવલ અને હિમાંશુ રાવલ ફિલ્મ અભિનેતા અને ભાજપના પૂર્વ સાંસદના ભાઈ હોવાનું પોલીસે જણાવ્યું છે. જેમાં હિમાંશુ પરેશ રાવલના સગાભાઈ અને કિર્તીકુમાર ફઈના દિકરા હોવાનું બહાર આવ્યું છે. પોલીસે 20 જુગારીઓ પાસેથી કુલ રૂ. 1,94,103 રોકડા ઝડપી લીધા છે.

વિસનગર શહેરમાં આવેલ મથુરદાસ ક્લબમાં ચાલી રહેલા હાઇપ્રોફાઇલ જુગાર ધામ પર પોલીસે રેડ પાડીને મોટા માથા એવા 20 જુગારીઓને 1,94,000 ની રોકડ સાથે ઝડપી પાડતાં ચકચાર મચી જવા પામી હતી. બીજી તરફ છેલ્લા કેટલાક સમયથી ચાલતું આ જુગાર ધામ ભાજપના પૂર્વ સાંસદ પરેશ રાવલના સગા ભાઈ હિમાંશુ રાવલ અને ફોઈના દીકરા કિર્તી રાવલ દ્વારા ચલાવવામાં આવતું હોવાનું બહાર આવતા સમગ્ર જિલ્લામાં ભાજપ-કોંગ્રેસના રાજકારણમાં ગરમાવો આવી જવા પામ્યો હતો.

ક્લબની અંદર અલગ-અલગ ટેબલ પર જુગાર રમી રહેલા જુગારીઓ પાસેથી પોલીસે 16 મોબાઈલ અને 3 વાહનો મળી 6 લાખ 33 હજાર 500નો મુદ્દામાલ કબજે કરી તમામ જુગારીઓ સામે જુગારધારા કલમ મુજબ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.

● નીચે આપેલી લિંક પર ક્લીક કરીને જોડાઓ Fearless Voice સાથે... ◆ તમે અમને Whatsapp, ફેસબુક, ટેલિગ્રામ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અન યુ ટ્યુબ પર પણ લાઈક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *